30 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
30 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતવડોદરાVadodara: ખ્યાતિકાંડ બાદ આરોગ્ય વિભાગે આળસ મરડી, ખાનગી હોસ્પિટલ સામે ભર્યા પગલાં

Vadodara: ખ્યાતિકાંડ બાદ આરોગ્ય વિભાગે આળસ મરડી, ખાનગી હોસ્પિટલ સામે ભર્યા પગલાં


ખ્યાતિકાંડ બાદ આરોગ્ય વિભાગે આળસ મરડીને હવે વડોદરામાં આવેલી માંજલપુરની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ સામે પગલાં ભર્યા છે. સર્જિકલ ઓનકોલોજીની સારવાર PMJAYમાંથી રદ કરવામાં આવી છે. 3 માસ માટે ઓનકોલોજી સારવાર સસ્પેન્ડ કરાઈ છે.

માંજલપુરની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ સામે પગલાં

પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાં છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલોના ગોટાળા બહાર આવી રહ્યા છે એ સામે સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવતા ગુજરાતની સાત હોસ્પિટલોની સામે તપાસ શરૂ કરતા ગેરરીતિ બહાર આવી છે. જેમાં વડોદરાની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં પણ ગેરરીતિ જણાઈ આવતા હોસ્પિટલનો ઓન્કોલોજી વિભાગમાં પ્રધાનમંત્રી આયુષ્યમાનની સેવા પર બ્રેક મારી ત્રણ મહિના સુધી ડિપાર્ટમેન્ટ બંધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

સર્જિકલ ઓનકોલોજીની સારવાર PMJAYમાંથી રદ

 ગુજરાતીની અમદાવાદથી તો આતી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાં કેરરીતિ ઝડપાયા બાદ અનેક હોસ્પિટલોની તપાસ સરકાર દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં વડોદરા શહેરની કેટલીક હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપ્રત કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલના યુનિટ હેડ ડો. મિનલ સોલંકીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, 10 વર્ષથી આયુષમાન કાર્ડમાં સેવા આપીએ છે. હોસ્પિટલની ઓનકોલોજી સારવાર રદ કરાઈ છે. ડોક્યુમેન્ટ ક્ષતિના કારણે સારવાર સસ્પેન્ડ કરી છે. કેન્સરને લગતી સારવાર આયુષમાનકાર્ડમાં નહીં કરી શકાય, ખ્યાતિ હોસ્પિટલ સાથે અમારે કોઈ લેવાદેવા નથી.

ઓન્કોલોજી વિભાગની તપાસ કરતા ગેરરીતિ આવી સામે

તાજેતરમાં અમદાવાદની સ્વાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજનામાં ગેરરીતિ ઝડપાયા બાદ હવે ફરી એકવાર સરકાર દ્વારા તપાસ શરૂ થઈ છે. જેમાં ગુજરાતની સાત હોસ્પિટલમાં ગેરરીતિ બહાર આવી હોવાનું જાણવા મળે છે. જેમાં વડોદરાની માંજલપુર સ્થિત સમસાન ગ્લોબલ હોસ્પિટલ ના કેન્સરની ટ્રીટમેન્ટ કરતા ઓન્કોલોજી વિભાગની તપાસ કરતા ગેરરીતિ જણાઈ આવતા તાત્કાલિક અસરથી આ વિભાગને સામે કાર્યવાહી હાથ ધરી પ્રધાન મંત્રી આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરવા પર બ્રેક મારી ત્રણ મહિના માટે ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ બંધ કરવામાં આવ્યું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય