26 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
26 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતવડોદરાVadodara: પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાનો કેસ, 9 પોલીસ કર્મીને કરાયા સસ્પેન્ડ

Vadodara: પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાનો કેસ, 9 પોલીસ કર્મીને કરાયા સસ્પેન્ડ


વડોદરામાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યાના કેસ બાદ પોલીસ કમિશનરે મોટા પગલાં ભર્યા છે. પોલીસની ખાતાકીય પ્રાથમિક તપાસ બાદ પોલીસ કમિશનરે પગલા ભર્યા છે. અને કાર્યવાહી પણ કરી છે. કારેલીબાગ સેકન્ડ પી.આઈ સહિત કુલ 9 પોલીસ કર્મચારીઓ સામે પગલા લેવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં કસૂરવાર ઠરેલા તમામ પોલીસકર્મી સસ્પેન્ડ

આ દરમિયાન પોલીસ કમિશનર નરસિમ્હમા કોમરનું નિવેદન પણ સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં કસૂરવાર ઠરેલા તમામ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને અગાઉ પણ બે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે વધુ 9 કર્મચારી સામે ભર્યા પગલાં ભરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ કેસ બાદ PI સહિત તમામ લોકોની ખાતાકીય તપાસ થઈ રહી છે. તમામ DCP, ACP અને PIને બેઠક કરીને સૂચના આપવામાં આવી છે.

પોલીસ કમિશનરના એક્શનથી પોલીસ બેડામાં ભારે ખળભળાટ

ત્યારે પોલીસ કમિશનરના પગલા લેવાથી પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. ત્યારે વધુમાં પોલીસ કમિશનર નરસિમ્હમા કોમરે જણાવ્યું કે આવનારા દિવસોમાં વડોદરામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ એક્શન પ્લાન તૈયાર કરી રહી છે. ગુનાહિત કૃત્ય સાથે સંડોવાયેલા તમામ લોકો સામે પગલા ભરવામાં આવી રહ્યા છે.

તપન પરમાર હત્યા કેસના ચાર આરોપીના રિમાન્ડ નામંજૂર

તપન પરમાર હત્યા કેસમાં કૂલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ગઈકાલે આરોપી બાબર અને મહેબૂબ પઠાણ સહિત 4 આરોપીઓના રિમાન્ડ કોર્ટે નામંજુર કર્યા હતા. કારેલીબાગ પોલીસ મથકમાં ખૂનની કોશિશના ગુનામાં આરોપીઓની ધરપકડ થઈ છે. ત્યારે ગઈકાલે રિમાન્ડ અર્થે કારેલીબાગ પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે રાવપુરા પોલીસ મથક હદમાં બાબર સહિત 4 લોકો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. કોર્ટે ગત રોજ જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો. કારેલીબાગ પોલીસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે તપન હત્યા કેસમાં રાવપુરા અને કારેલીબાગ પોલીસ મથકે બે અલગ ફરિયાદ નોંધાઈ હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય