ડભોઇ તાલુકાના પ્રમુખ રાજનભાઈ તડવી જે તેન તળાવના હોય પરંતુ તેમના ગામની નવી વસાહતમાં જ 100 જેટલા પરિવાર પીવાના માટે મારે છે. વલખા નિગમ દ્વારા આ વસાહતને પીવાના પાણીનો બોર કરી આપવામાં આવ્યો હતો, પરંતુ હાલ જે પાણી નિગમના કર્મચારીઓ દ્વારા આ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જે પીવા લાયક પાણી ન હોવાનું કહેવામાં આવ્યું હતું.
ડભોઇ તાલુકાના પ્રમુખના ગામમાં જ “દીવા તળે અંધારું” જોવા મળ્યું નવી વસાહતમાં બોર તો કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં મોટર કે કનેક્શન ઉતારવા નહીં આવતા. આ 100 જેટલા પરિવારો પીવાના પાણી માટે વલખા મારતા જોવા મળ્યા ઉગ્ર વિરોધ સાથે ગામની આદિવાસી મહિલાઓ તાલુકા પ્રમુખ રાજન તડવી પર પોતાનો આક્રોશ ઠાલવી રહી હતી વધુમાં જણાવ્યું હતું કે અમારા ગામના જ તાલુકાના પ્રમુખ છે પરંતુ એક મોટર કે કનેક્શન લાવવા માટે સક્ષમ નથી જો વહેલી તકે આ બોરમાં મોટર ઉતારવામાં આવે તો 100 જેટલા પરિવારોને અહીંયા પાણી માટે ક્યાંય રઝડપાટ કરવાં ના પડે અને પીવાના પાણી માટે જગ 30 રૂપિયામાં લેવા મજબૂર ન થવું પડે છે.
તાલુકા પ્રમુખ પણ આદિવાસી સમાજના છે અને આ વસાહત પણ 100 જેટલા પરિવારો આદિવાસી જ નિવાસ કરે છે. આદિવાસીઓ પોતાના સમાજના વ્યક્તિઓને નેતા બનાવે છે ને બન્યા બાદ એ પોતાના સમાજને જ ભૂલી જાય છે. આદિવાસી વિસ્તારોમાં ગ્રાન્ટો ફાળવવામાં આવે છે. પરંતુ છેવાડાના માનવી સુધી આ ગ્રાન્ટો પહોંચતી કેમ નથી અને 80 થી 100 જેટલા પરિવારોને મુખ્ય પીવાના પાણીની સમસ્યા કાયમ માટે રહેલી છે. આ આદિવાસી મહિલાઓની એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે બોરમાં મોટર નાખવામાં આવે અને કનેક્શન આપવામાં આવે તો પીવાના પાણીની કાયમ માટે સમસ્યા દૂર થાય એમ છે.