Vadodara Abhayam Team : વડોદરા ગોરવા વિસ્તારમાં રહેતા બે બાળકની પરિણીતાએ પતિની હેરાનગતિમાંથી છુટકારો મેળવવા આપઘાત કરવાનું વિચારતા હતા, પરંતુ બે બાળકોના ભવિષ્યથી ચિંતાતુર હતા. ના સહેવાય કે ના રહેવાય એવી પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા 181 મહિલા હેલ્પ લાઈનની મદદ માંગી હતી. અભયમ ટીમ દ્વારા પતિને સામાજિક અને કાયદાકીય જવાબદારીનું ભાન કરાવેલ અને પત્નીને હેરાન કરવા બદલ સજાની જોગવાઈ વિષે જણાવતા તેણે માફી માંગી અને ખાત્રી આપી હતી કે હવે પછી પત્નીને કોઇ હેરાનગતિ કરશે નહિ. પતિના ત્રાસમાંથી મુક્તિ અપાવવા બદલ પરિણીતાએ અભયમ ટીમનો આભાર માન્યો હતો.
મળતી માહિતી મુજબ અંજનાબેનના સામાજિક રીવાજ મુજ્બ લગ્ન થયા હતા, સાત વર્ષના લગ્નજીવન દરમિયાન બે બાળકોની માતા બન્યા હતા. પતિ અવારનવાર વ્યસન કરી ગડદા પાટુંનો મારઝૂડ કરતા અને બળ જબરીથી શારીરિક સબંધ બાધતા હતા, પરંતુ બાળકોના ભવિષ્યથી ચિંતાતુર તેઓ કેટલાય સમયથી આ યાતના સહન કરતા હતા. એક સહેલી દ્વારા તેમને જાણકારી મળી હતી કે હિમ્મત કરી અભયમને જાણ કરો.
અભયમ ટીમ દ્વારા પતિને આવી હરકતો ના કરવા તાકીદ કરી હતી અને બાળકો સહિત પત્ની સાથે સુખમય લગ્ન જીવન જીવવા સમજણ આપી હતી. પતિએ પોતાની ભૂલ કબૂલી હતી અને હવે પછી થી પત્નીને કોઇ રીતે હેરાન નહિ કરું તેની ખાતરી આપી હતી.