Vadodara Murder Case : વડોદરાના બહુચર્ચીત તપન પરમાર મર્ડર કેસમાં સસ્પેન્ડ કરાયેલા 10 પોલીસ કર્મીઓ પૈકી ત્રણ પોલીસ જવાનોની વડોદરા જિલ્લા બહાર બદલીનો હુકમ કરવામાં આવ્યો છે.
શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની સયાજી સિવિલ હોસ્પિટલમાં બાબર પઠાણે હત્યા કરતા બેદરકારી રાખવા બદલ કારીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત 10 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ ગુનામાં એએસઆઈ પ્રવીણ સેતાજીની બદલી પોરબંદર ખાતે કરવામાં આવી છે. જ્યારે એએસઆઈ મનોજ સોમાભાઈને બોટાદ અને હેડ કોન્સ્ટેબલ અર્જુન ઈશ્વરભાઈને તાપી જિલ્લામાં મૂકવામાં આવ્યા છે.