USA Deported Indian News | અમેરિકામાં ગેરકાયદે પહોંચેલા 37 ગુજરાતીઓ સહિત 104 ભારતીયોને અમેરિકન લશ્કરના વિમાનમાં અમૃતસર એરપોર્ટ લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી અન્ય એરલાઇનમાં બુધવારે સવારે સવા છ વાગે તમામ 37 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જ્યાંથી અલગ અલગ જિલ્લાની પોલીસ સઘન બંદોબસ્ત ગોઠવીને તમામને પોલીસના વાહનોમાં તેમના ઘરે પહોંચતા કરાયા હતા. તમામ 37 લોકો પૈકી કેટલાંક બાળકો પણ હતા. આ સમયે તમામને એરપોર્ટ ખાતે લેવા આવેલા તેમના પરિવાજનાને મળીને ડિપોર્ટ થયેલા લોકો ભાવૂક થયા હતા. જો કે તમામ લોકોએ મીડિયાના સવાલોને ટાળ્યા હતા.