X-37B Space Plane : અમેરિકાના અવકાશ દળે (USSF) ટોપ સિક્રેટ X-37B અવકાશયાનની પહેલી તસવીર જાહેર કરી છે. અવકાશયાનમાં લગાવાયેલા કેમેરાથી ખેંચવામાં આવેલી તસવીરમાં યાન અવકાશમાં દેખાઈ રહ્યું છે અને તે આફ્રિકન ખંડની ઉપર પરિક્રમાં કરતો દેખાઈ રહ્યો છે.
X-37B સ્પેસ પ્લેને અવકાશમાં એક વર્ષથી વધુ સમય કાઢ્યો
અવકાશયાનની સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેને અવકાશાં એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. USSFએ ગત વર્ષે 28 ડિસેમ્બરે સ્પેસએક્સ ફાલ્કન (SpaceX Falcon) હેવી રૉકેટમાં અવકાશયાન મોકલ્યું હતું.