અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક મોટી જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું કે, જો હું વર્ષ-2024માં વ્હાઈટ હાઉસમાં પરત આવવામાં નિષ્ફળ જઈશ તો વર્ષ-2028માં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડું. પૂર્વ રાષ્ટ્રપતિનું આ નિવેદન એટલે મહત્ત્વપૂર્ણ છે કારણ કે, ટ્રમ્પ ચોથીવાર રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાની શક્યતાઓને ફગાવતા જોવા મળ્યા હતા, કારણ કે, કદાચ જ તેઓ એ વાતનો સ્વીકાર કરે છે કે તેઓ ચૂંટણી હારશે.
ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ સામાન્ય રીતે આ વાત પર ભાર મૂકે છે જ્યારે છેતપપિંડી હોય. તેઓએ એવો આરોપ વર્ષ-2020માં પણ લગાવ્યો હતો અને તેઓ વર્ષ-2024માં રાષ્ટ્રપતિ અભિયાન દરમ્યાન લગાવ્યો છે.
વર્ષ-2028માં ડોનાલ્ડ ટ્રમ્પ 82 વર્ષના થશે
વર્ષ-2028ના રાષ્ટ્રપતિ ચૂંટણી સુધી ટ્રમ્પ પીઢ થઈ જશે એટલે કે, 82 વર્ષના હશે. જે વર્તમાન રાષ્ટ્રપતિ બાઈડેનની ઉંમરથી એક વર્ષ વધુ હશે. જુલાઈમાં બાઈડેને ચર્ચામાં પોતાના કંગાળ પ્રદર્શન અને ખૂબ વધી ઉંમરના હોવાનો આરોપ મૂક્યા પછી તેઓ ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગયા હતા. જે બાદ તેઓએ કમલા હેરિસને પોતાનો ટેકો આપ્યો હતો.
કોરોના મહામારીનો કર્યો બચાવ
મળતી માહિતી અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસ મહામારી પર પોતાના રેકોર્ડનો પણ બચાવ કર્યો હતો. તેમણે તેમના પ્રમુખપદ દરમિયાન વિકસિત કોવિડ-19 રસીના વિકાસ માટે શ્રેય લીધો અને એમ પણ કહ્યું કે તેઓ રસીઓનો અભ્યાસ કરી રહ્યા છે અને શોધી રહ્યા છે કે તે સુરક્ષિત છે.
ટ્રમ્પે સારા આરોગ્યના રહસ્ય જણાવ્યું
ટ્રમ્પે કહ્યું કે રિપબ્લિકન રસીઓ વિશે શંકાસ્પદ છે, જ્યારે ડેમોક્રેટ્સ તેમના પર વિશ્વાસ કરે છે. વર્ષ-2028 વિશેનું તેમનું નિવેદન એક મુલાકાતના અંતે આવ્યું હતું, જેમાં ટ્રમ્પની તબિયત કેવી રીતે સારી રહે છે તે અંગેનો પ્રશ્ન પણ સામેલ હતો. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે હું યોગ્ય રીતે ખાવાનો પ્રયત્ન કરું છું.
કમલા હેરિસ યોગ્ય નથી
રાષ્ટ્રપતિ જો બાઈડેન ચંટણીની રેસમાંથી બહાર થયા પછી, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મેદાનમાં છે અને સખત લડત આપી રહી છે. તે ટ્રમ્પ પર સતત વાક પ્રહારો કરે છે, હેરિસે આ ચૂંટણીને અમેરિકન લોકશાહી માટે મહત્વપૂર્ણ ક્ષણ ગણાવી છે.