જગત જમાદાર એવા અમેરિકાની એફબીઆઈએ દેશમાં ચૂંટણીના દિવસે હુમલો કરવાનું કાવતરું રચવાના આરોપમાં એક અફઘાનિસ્તાની શખ્સની ધરપકડ કરી છે. અધિકારીઓના દાવા અનુસાર આ શખ્સ આતંકવાદી સંગઠન આઈએસ સાથે સંકળાયેલો હતો અને તે અમેરિકામાં ચૂંટણી વાળા દિવસે મોટા ટોળાને ટાર્ગેટ બનાવીને હુમલો કરવાનું કાવતરું રચી રહ્યો હતો. ઓક્લોહોમા સિટીના નસીર નામના શખ્સની તપાસ બાદ ધરપકડ કરાઈ છે.
આ રીતે હુમલાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી
અધિકારીઓએ જણાવ્યું કે નસીર અહેમદ તૌહીદી સપ્ટેમ્બર-2021માં યુનાઇટેડ સ્ટેટ્સ આવ્યો હતો અને તેણે હુમલાને આખરી ઓપ આપવા માટે તાજેતરના અઠવાડિયામાં કેટલાક પગલાં લીધાં હતાં. આ માટે તેણે એકે-47 રાઈફલ મંગાવી અને પોતાની પારિવારિક સંપત્તિ વેચવાનું શરૂ કર્યું. પત્ની અને બાળકને અફઘાનિસ્તાન મોકલવા માટે એર ટિકિટ પણ લીધી હતી.
આ વાતનો ન થયો ખુલાસો
એફબીઆઈના સોગંદનામાં એવો ખુલાસો નથી થયો કે ધરપકડ કરેલા શખ્સ અધિકારીઓની નજરમાં કઈ રીતે આવ્યો, પરંતુ આમાં તાજેતરના મહિનામાં તપાસ જે હુમલાનું કાવતરું રચવામાં તેના દ્રઢ સંકલ્પને દર્શાવે છે. આરોપી તૌહિદની પત્ની તરીકે પોતાની ઓળખાણ બતાવનારી મહિલાએ આ મામલે કાંઈપણ કહેવાનો ઈનકાર કરી દીધો છે. મહિલાએ પોતાનું નામ જાહેર નથી કર્યું, તેને કહ્યું કે, અમે મીડિયા સાથે વાત નહીં કરીએ.
આતંકવાદી હુમલાની આશંકા એફબીઆઈએ વ્યક્ત કરી હતી
આ અફઘાની શખ્સની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે એફબીઆઈએ અમેરિકાની ધરતી પર આતંકવાદી હુમલાની આશંકાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. એફબીઆઈએ ડાયરેકટરે ઓગસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ માટે આ વિચારવું અઘરું છે કે તેઓના કરિયરમાં આટલા બધા ખતરા એકસાથે આવી શકે છે. મંગળવારે એફબીઆઈના નિવેદન પ્રમાણે આતંકવાદ એફબીઆઈ માટે હજી પણ પહેલી પ્રાથમિકતા છે. અમેરિકાના લોકની રક્ષા માટે અમે દરેક સ્ત્રોતનો ઉપયોગ કરીશું.