ઉત્તર પ્રદેશના ગોરખપુર કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોહદ્દીપુર કેનાલ બ્રિજ પાસે મંગળવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં પાંચ લોકોના કરૂણ મોત થયા છે. ત્રણ બાઇક વચ્ચે થયેલી આ જોરદાર ટક્કરમાં 3 પુરૂષો અને 2 બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 3 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
એક દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો
મૃતક લગ્ન કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક હોસ્પિટલ પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય બાઇક સવારો સ્પીડમાં હતા
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય બાઇક સવારો સ્પીડમાં હતા જેના કારણે આ અકસ્માત થયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ઘટનાની તપાસ શરૂ કરી છે. સાથે જ મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છે.
આ અકસ્માતમાં કુલ 11 લોકો હતા જેમાંથી 6ના મોત થયા
એક દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અહીં એક ઝડપી કારે કાબુ ગુમાવ્યો અને ઝાડ સાથે અથડાઈ અને ખાડામાં પડી. આ અકસ્માતમાં કુલ 11 લોકો હતા જેમાંથી 6ના મોત થયા હતા અને 5 ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કારમાં સવાર લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. કારમાં સવાર તમામ ઉત્તરાખંડના રહેવાસી હતા. અકસ્માતની માહિતી મળતાં પીલીભીતના ન્યુરિયા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી કારને ખાડામાંથી બહાર કાઢી હતી. આ દરમિયાન જેસીબીની પણ મદદ લેવી પડી હતી.