– કમિશનર શાળાઓની કચેરી દ્વારા
– વિવિધ શાળાનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનત રંગલાવી : પેટન્ટ સુધી મદદ મળશે
ભાવનગર : સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી અંતર્ગત પ્રથમ શાળા કક્ષાએ અને બાદમાં જિલ્લા કક્ષાએ વિવિધ શાળાએ રજુ કરેલ ઈનોવેટીવ પ્રોજેક્ટમાંથી પસંદગી પામેલ કૃતિઓને રાજ્યમાં મોકલાઈ હતી. જેમાં ભાવનગરની ૨૬ જેટલી કૃતીમાંથી ૧૮ કૃતીઓ પસંદગી પામી તેને વધુ મોડીફાઈ કરવા અને પેટન્ટ સુધી પહોંચાડવા આર્થિક સહાય મંજુર કરવામાં આવી હતી. રાજ્યભરમાંથી આવી ૯૪ કૃતી પસંદ થઈ છે.