Maharashtra Hindutva Politics: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં હાર બાદ હવે શિવસેના (યુબીટી) ફરી હિન્દુત્વના રસ્તે જઈ રહ્યા છે. હકીકતમાં મહારાષ્ટ્રમાં બીએમસીની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન આજે ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના પૂર્વ કાઉન્સિલરો સાથે બેઠક કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ‘બીએમસી ચૂંટણીમાં હિન્દુત્વના મુદ્દાને જનતાની વચ્ચે લઈ જાવ.