મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને બે વર્ષ પૂરા થતા રાજ્ય સરકાર દ્વારા ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રીના હસ્તે શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 580 નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા.
સરકારે ગરીબી, યુવા અને ખેડૂતોને પ્રાથમિકતા આપી
મુખ્યમંત્રીએ આ અવસરે સંબોધન કરતા જણાવ્યું કે, સરકારે ગરીબી, યુવા અને ખેડૂતોને પ્રાથમિકતા આપી છે. રાજ્યની સેવામાં 580 નવી યુવા શક્તિનું સામર્થ્ય વધશે. વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિની સહભાગીતા જરૂરી છે. વિકસિત ભારત યંગ લીડરશીપ યોજાનાર છે. ભરતી કેલેન્ડર પ્રમાણે સ્પર્ધાત્મક પરીક્ષા યોજાય છે. યુવા શક્તિનું યોગદાન જનસેવામાં મળશે. લિવિંગ વેલ અને અર્નિંગ વેલને મહત્વ આપ્યું છે. આગામી 2 વર્ષમાં વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટ બનશે. શહેર અને ગામડાઓમાં કચરાનો નિકાલ થશે.
156 ધારાસભ્યો સાથે બીજી વાર મુખ્યમંત્રી બન્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2022ની ચૂંટણીમાં 156 ધારાસભ્યો સાથે બીજી વાર મુખ્યમંત્રી બન્યા હતા. 12 ડિસેમ્બર એટલે કે આજ રોજ તેમની આ ટર્મના બે વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 2021માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના અચાનક રાજીનામા બાદ સૌના આશ્ચર્ય વચ્ચે ઘાટલોડિયાથી પહેલી વાર ધારાસભ્ય બનનાર ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવાયા હતા.
સૌને લાગતું હતુ કે, 2022ની ચૂંટણી બાદ ગુજરાતમાં નવા મુખ્યમંત્રી આવશે, પરંતુ 2022માં ભાજપે 156 બેઠકો જીતી વિક્રમ સ્થાપ્યો હતો જેનો શ્રેય પણ ભૂપેન્દ્ર પટેલને મળે છે. 2022 બાદ બીજી વાર મુખ્યમંત્રીના શપથ લેનાર ભૂપેન્દ્ર પટેલે વિકાસ માટે સુચારુ નીતિ નિર્માણ કરી. જેમાં ખરીદ નીતિ, નારી ગૌરવ નીતિ ગુજરાત ટેકસટાઇલ નીતિ, નવી IT પોલિસી, ગુજરાત એનર્જી પોલિસી વગેરે.
નીતિ નિર્માણ બાદ રાજ્યનું બજેટ વિક્રમજનક રૂ. 3.32 લાખ કરોડનું બનાવી વિકાસ કાર્યને ગતિ આપી. શહેરીકરણના સુચારુ આયોજન માટે નવી 9 મહાનગરપાલિકા અને એક નગરપાલિકા રચવાની જાહેરાત કરી. પ્રધાન મંત્રી આવાસ યોજના અમલમાં ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું. કુલ 2.82 ઘરો પર સોલર પેનલ લગાવામાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું. ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે 76 ટકા ગામોને આવરી લેવામાં આવ્યા. રાજ્યના 9.85 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.
બે વર્ષના શાસનમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઇ
ભૂપેન્દ્ર પટેલના બે વર્ષના શાસનમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગર ખાતે યોજાઇ હતી. જે અંતર્ગત રાજ્યમાં 45 લાખ કરોડના MOU થયા છે. આ સાથે રાજ્યમાં 17મી G20 સમિટનું પણ આયોજન થયું હતું. યુનેસ્કોએ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સમા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો છે. બિઝનેસ સ્ટેટ તરીકે જાણીતા ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય સ્તરે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ટોપના સ્થાને છે.