Surat News : ગુજરાતમાં અસામાજિક તત્ત્વો બેફામ બનેલા છે. દરરોજ હત્યા, મારામારી, લૂંટ જેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના સુરતમાં ફાયરિંગની ઘટના બની છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આરાધ્યા કોર્પોરેશનની ઓફિસમાં બે રાઉન્ડ ફાયરિંગ થયાના સમાચાર મળી રહ્યા છે. બાઈક પર આવેલા અજાણ્યા બે શખસો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.