– પોણા બે વર્ષ પૂર્વેની ઘટનામાં ગારિયાધાર કોર્ટનો ચુકાદો
– સોલાર પ્રોજેક્ટના મજૂરોની મજૂરી અને અન્ય પ્રશ્નો અંગે રજૂઆત કર્યાની દાઝ રાખી માર માર્યો હતો
ગારિયાધાર : ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામે પોણા બે વર્ષ પૂર્વે એક યુવાન મસ્જિદમાંથી નમાજ પઢીને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે બુલેટ લઈને આવેલા બે શખ્સે હુમલો કરી ઈજા પહોંચાડયાની ઘટનામાં ગારિયાધાર કોર્ટે બન્ને શખ્સને ૨૫ માસ કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગારિયાધારના રૂપાવટી ગામે, ખોડિયા મંદિર પાસે રહેતા મુબારકભાઈ કાસમભાઈ પાદરશી (ઉ.