સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક પખવાડિયા અગાઉ એક સાથે બે મહિલાઓના મૃતદેહ મળી આવતા તત્કાલીન સમયે અકસ્માતે ગુનો નોંધાયો હતો. જો કે, પોલીસે પ્રાથમિક પીએમમાં એક મહિલાની હત્યા ગળું દબાવીને કરાઈ હોવાની તપાસનો ધમધમાટ શરૂ હતો. જે દરમિયાન વધુ એક ફરિયાદ મૃતક મહિલાના પતિ સામે દુષ્ટ પ્રેરણની નોંધાય છે.
સસરાએ જમાઈ સામે નોંધાવી ફરિયાદ
સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલાના પતિ દ્વારા અવારનવાર તેમના મકાનની સામેના મકાનમાં રહેતા યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી પતિએ જ પત્નીને મૃત્યુ માટે દુષ્પ્રેરણાની ફરિયાદ મૃતક યુવતીના પિતાએ તેમના જમાઈ સામે નોંધાવી છે. જેના પગલે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
એક મહિલાનું ગળું દબાવી હત્યા કર્યું હોવાનું ખુલ્યું
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સામસામે ફ્લેટમાં રહેતા છાયાબેન કલાસવા તેમજ ડિમ્પલબેન પટેલના મૃતદેહ એક જ દિવસે મળી આવ્યા હતા. જો કે, પ્રાથમિક રિપોર્ટમાં છાયાબેન કલાસવાએ ડિમ્પલબેન પટેલનું દબાવી હત્યા કર્યા હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં ખુલ્યા બાદ આ મામલે પોલીસ તપાસ શરૂ હતી.
દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાતા ખરભરાટ
જો કે, છાયાબેન કલાસવાના પિતાએ પોતાના જમાઈ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ કરતા હવે પોલીસે આ મામલે પર તપાસનો ધમધામટ શરૂ કર્યો છે. છાયાબેન કલાસવાના પિતાએ તેમના જમાઈ નીતિનકુમાર ડામોર્સ સહિત અન્ય એક સામે ફરિયાદ દાખલ કરતા ફરી એકવાર એક સાથે બે મૃતદેહ મામલે સમગ્ર શહેરમાં ખળભરાટ મચી જવા પામ્યો છે.
પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો
જો કે, આગામી સમયમાં મામલે હજુ કેટલા વળાંક આવે છે તે પણ મહત્વનું બની રહેશે. એક તરફ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા છાયાબેનનું મકાનની બિલ્ડીંગ ઉપરથી કૂદીને આપઘાત કરાયો હોવાની વાત છે. તો બીજી તરફ હવે તેમના પતિ સામે ફરિયાદ નોંધાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.