Vadodara : વડોદરા પાસે આવેલા દશરથ ગામે છેલ્લા કેટલાક સમયથી ઘનકચરા ના નિકાલના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે અને બે દિવસમાં કચરાનો નિકાલ નહીં થાય તો આંદોલનની ચીમકી આપી છે.
વડોદરા નજીક આવેલા દશરથ ગામે 10,000 થી વધુ વસ્તી વસેલી છે. જ્યાં કેટલાક સમયથી ડોર ટુ ડોર એકત્રિત કરેલા કચરાના ઢગલા રહેણાંક વિસ્તાર પાસે કરવામાં આવે છે. ક્યારેક કચરામાં આગનો બનાવ પણ બને છે અને તેને કારણે ઝેરી ગેસ ફેલાતો હોય છે. આ ઉપરાંત ગાયો તેમજ અન્ય ઢોર અહીં કચરો ખાવા માટે આવે છે અને પ્લાસ્ટિકની થેલીઓ આરોગે છે.