સાયબર સેલની ટીમે પગેરૂં શોધીને છેક મથુરામાં દરોડો પાડયો
તીર્થધામોની વિખ્યાત હોટલોની ફેક વેબસાઇટ બનાવીને ઓનલાઇન રૂમ બુકિંગ કરાવતા ભાવિકોને છેતરતા હોવાની બન્ને ચીટરની કબૂલાત
જામ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકાની જાણીતી હોટેલોના નામની ફેક વેબસાઈટ બનાવી અને ગૂગલ મારફતે અપલોડ કરી, અહીં આવતા યાત્રાળુઓ સાથે છેતરપિંડી આચરવાના અગાઉ અનેક ગુનાઓ નોંધાયા છે. આવા પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે કાર્યવાહી કરી આરોપીઓને દબોચી લીધા હતા. આ પ્રકારના વધુ એક ફ્રોડમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે મથુરા (યુ.પી.