મીઠીરોહરની તેલ ચોરીનો વધુ એક પર્દાફાશ
હાઇવે પર ટેન્કરોમાંથી તેલ કાઢી સંગ્રહ કરી વેચાણ કરતા હોવાનું ખુલ્યુ
ગાંધીધામ: ગાંધીધામમાં મીઠીરોહરની સીમમાં આવેલી ખાનગી કંપનીનાં બાવળોની ઝાડીમાંથી પોલીસે બે શખ્સોને આધાર પુરાવા વગરનાં ૩૮૫ લીટર સોયાબીન તેલનાં જથ્થા સાથે પોલીસે ઝડપી લીધા હતા.જ્યારે વરસામેડીનો શખ્સ પોલીસને હાથ આવ્યો ન હતો. પોલીસે તેમના પાસેથી કુલ ૨.૫૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.