23.7 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
23.7 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાનવાયાર્ડ વિસ્તારમાં ટેમ્પો ચાલક પર હિંસક હુમલો કરનાર બે ઝડપાયા | Two...

નવાયાર્ડ વિસ્તારમાં ટેમ્પો ચાલક પર હિંસક હુમલો કરનાર બે ઝડપાયા | Two arrested for violently assaulting tempo driver



વડોદરા,નવાયાર્ડ વિસ્તારમાં ટેમ્પો ચાલક પર હિંસક હુમલો કરવાના  ગુનામાં ફતેગંજ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ગોરવાના મધુનગર પાસે અલિફ હાઇટ્સ ખાતે રહેતા બાસીદઅલી પઠાણે પોલીસને કહ્યું  હતું  કે,મારા પિતા ટેમ્પો ચલાવી શાકભાજીની વર્દી કરે છે.ગત તા. ૨૧ મી ઓક્ટોબરે સવારે તેઓ ટેમ્પો લઇને ઘરતરફ આવી રહ્યા હતા ત્યારે આશાપુરી આલા હજરત ચોક ખાતે આસિફ અલી મો.અમીનખાન પઠાણ તેમજ તેના ત્રણ ભાઇઓ જાવેદઅલી,વાજીદ (બંને રહે.આલા હજરત ચોક પાસે)આસિફઅલી(રસૂલજીની ચાલ,નવાયાર્ડ) અને સૈફઅલી(અલ મરહબા એપાર્ટમેન્ટ,ગોરવા)અગાઉથી જ  ડંડા અને પાઇપ  સાથે તૂટી પડયા હતા.

મારા પિતાને હાથે,પગે અને માથામાં ઇજા થઇ હતી તેમજ ટેમ્પોના કાચ પણ તોડી નાંખ્યા હતા.અમારે હુમલાખોરો સાથે અગાઉ ઝઘડો થયો હોવાથી તેની અદાવત રાખી હુમલો કર્યો હતો.ફતેગંજ પી.આઇ.એ.એમ. ગઢવીને આ ગુનામાં સામેલ જાવેદઅલી મોહમંદઅમીનખાન પઠાણ (રહે. આશાપુરી આલા હજરત ચોક પાસે, નવાયાર્ડ) તથા આસિફઅલી મોહંમદઅમીનખાન પઠાણ (રહે.રસૂલજીની ચાલી, નવાયાર્ડ) ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય