– સરથાણા યોગીચોક પર સ્કાયવે ઈન્ટરનેશનલના વિરલ લીંબાણી અને ઋત્વિક રીબડીયા સામે ભોગ બનેલાઓ વતી કતારગામની ગૃહિણીએ ફરિયાદ કરી
– કામ નહીં થતા અને ઓફિસ બંધ હોય ગૃહિણીએ સંપર્ક કરતા બંને એજન્ટે વિઝા માટે ઉપર પૈસા આપ્યા હતા તે ઉઠી ગયા છે કહી પૈસા પરત કરવાનો વાયદો કર્યો હતો પણ આપ્યા નહોતા
સુરત, : સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી ગૃહિણીને સિંગાપોરમાં નોકરી માટે વિઝા કરી આપવાના બહાને સરથાણા યોગીચોક સ્થિત સ્કાય વે ઈન્ટરનેશનલના બે સંચાલકે રૂ.4.50 લાખ લીધા બાદ કામ નહીં કરી આપી પૈસા પણ પરત કર્યા નહોતા.બંને એજન્ટે અન્ય ત્રણ વ્યક્તિ પાસેથી પણ વિઝા કરી આપવાના બહાને પૈસા પડાવ્યા હોય ભોગ બનેલા તમામ વતી ગૃહિણીએ ગતરોજ બંને એજન્ટ વિરુદ્ધ રૂ.15 લાખની ઠગાઈની ફરિયાદ સરથાણા પોલીસ મથકમાં નોંધાવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ લલીતા ચોકડી પાસે રણછોડજી પાર્ક સોસાયટી બી/39 માં રહેતા અને ઉત્રાણ ખાતે આઈટી કંપનીમાં ડેટા એન્ટ્રીનું કામ કરતા જેનીશભાઇ રમેશભાઇ કદમના 32 વર્ષીય પત્ની નેન્સીબેનને વર્ષ અગાઉ સિંગાપોરમાં નોકરી માટે જવું હોય તેના વિઝા કરાવવા માટે મિત્ર વિજય કડવાણીને વાત કરતા તેણે સરથાણા યોગીચોક સિલ્વર પોઈન્ટ દુકાન નં.