ટ્રમ્પે NATO અને કેનેડામાં અમેરિકાના નવા રાજદૂતના નામની જાહેરાત કરી છે. આ કારણે યુરોપિયન યુનિયન અને ટ્રુડો વચ્ચે તણાવ વધવા લાગ્યો છે. ટ્રમ્પે 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ પહેલા કેબિનેટ મંત્રીઓના નામ લગભગ ફાઈનલ કરી દીધા છે.
ટ્રમ્પેના કેબિનેટ મંત્રીઓના નામ ફાઈનલ કર્યા બાદ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે મહત્વના દેશોમાં અમેરિકી રાજદૂતોના નામ ફાઈનલ કરી રહ્યા છે. દરમિયાન, બુધવારે તેમણે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)માં યુએસ એમ્બેસેડર માટે કાર્યકારી એટર્ની જનરલ મેથ્યુ જી વ્હીટેકરના નામની જાહેરાત કરી હતી. આ પછી, કેનેડા માટે ભૂતપૂર્વ સાંસદ, પીટ હોકસ્ટ્રાને નામાંકિત કરવામાં આવ્યા હતા. આ નામોની જાહેરાત સાથે જ યુરોપિયન યુનિયન અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો વચ્ચે તણાવ વધવા લાગ્યો છે.
આ બંને નામ ટ્રમ્પની ખૂબ નજીક છે. ટ્રમ્પ એવા નામો પસંદ કરી રહ્યા છે જે તેમના માટે વફાદારી બતાવી શકે. તેથી યુરોપિયન યુનિયન અને કેનેડા માટે ચિંતા થવી સ્વાભાવિક છે. આ પહેલા ટ્રમ્પે ઈઝરાયેલના રાજદૂતનું નામ પણ ફાઈનલ કર્યું હતું. કેનેડામાં એમ્બેસેડર તરીકે નામાંકિત થનારા ઉમેદવારોમાંના હોકસ્ટ્રાએ લગભગ 20 વર્ષ સુધી કોંગ્રેસ (યુ.એસ. સંસદ)માં મિશિગનના સેકન્ડ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, તેઓ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ગુપ્તચર સમિતિના અધ્યક્ષ પણ હતા. ટ્રમ્પે કહ્યું કે વ્હીટેકર એ સુનિશ્ચિત કરશે કે અમેરિકન હિતો આગળ વધે અને સુરક્ષિત હોય.
મેથ્યુ કોણ છે, નાટો કોને મોકલશે?
ટ્રમ્પે કહ્યું, મેથ્યુ અમારા નાટો સહયોગીઓ સાથે સંબંધોને મજબૂત બનાવશે અને શાંતિ અને સ્થિરતા માટેના જોખમોનો મજબૂતીથી સામનો કરશે.” તેઓ અમેરિકાને નવી ઊંચાઈઓ પર લઈ જશે.” તેમણે કહ્યું, ”મારા બીજા કાર્યકાળમાં પીટ (ભૂતપૂર્વ કોંગ્રેસમેન પીટ હોકસ્ટ્રા) ફરી એકવાર મને અમેરિકાને વધુ ઊંચાઈએ લઈ જવા મદદ કરશે. નેધરલેન્ડ્સમાં યુએસ એમ્બેસેડર તરીકેના અમારા પ્રથમ ચાર વર્ષ દરમિયાન તેમણે ઉત્કૃષ્ટ કામ કર્યું હતું અને મને વિશ્વાસ છે કે તેઓ આ નવી ભૂમિકામાં આપણા દેશનું વધુ સારી રીતે પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે.