Vadodara : વડોદરા શહેરના નિઝામપુરા સરદાર નગર સંતોક ચેમ્બર્સ પાસે આજે એક ટ્રક ભુવામાં ફસાઈ પડી હતી. વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન 125 થી વધુ ભુવા પડ્યા હતા. તેના સમારકામ પાછળ કોર્પોરેશનને અંદાજે પાંચ કરોડનો ખર્ચ કરવાનો વારો આવ્યો હતો. ચોમાસુ ગયું તેમ છતાં પણ હજી ભુવા પડવના ચાલુ છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા પાણી ડ્રેનેજ ગેસ લાઇન કે પછી ખાનગી કંપનીઓ દ્વારા નાખવામાં આવતા કેબલની કામગીરી બાદ યોગ્ય રીતે માટી પુરાણ થતું નહીં હોવાને કારણે અનેક જગ્યાએ ભુવા પડ્યા છે.