મુંદરાના પ્રાગપર ચોકડી થી અદાણી પોર્ટ તરફના માર્ગે આજે બપોરે ગેસના ખાલી બાટલા સાથેની ગાડીમાં આગ ભભૂકી હતી. ટ્રક પલટી ખાઈ ગઈ હતી જોકે ગાડીનો ડ્રાઈવર સમય સૂચકતાથી બચી ગયો હતો. મોડી સાંજ સુધી પ્રાગપર રોડથી મુંદરા શક્તિ નગર સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા. જાણવા મળ્યા મુજબ અદાણી વિલમાર માંથી હાઈડ્રોજનના બાટલા લઈ જતી ટ્રકનું ટાયર પીછલતા ગાડી પલ્ટી જતા ગાડીમાં આગ બબુકી ઉઠી હતી. અને હાઇડ્રોજનના ખાલી બાટલા વેર વિખેર થઈ ગયા હતા. પ્રાગપર પોલીસ મથક ના પી આઈ હાર્દિકભાઈ ત્રિવેદી અને પોલીસ સ્ટાફ એ વાહન વ્યવહારને કંટ્રોલમાં કર્યો હતો.