– ભાવનગર અને બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો અંતિમ તબક્કામાં પ્રવેશ
– 10 ટકા રિઝર્વ સાથે ઈવીએમ, પોલીંગ સ્ટાફની ફાળવણી, કર્મચારીઓને કામગીરીના ઓર્ડર પણ અપાશે
ભાવનગર : ભાવનગર અને બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે. પ્રચાર પડઘમ શાંત પડતા ઉમેદવારો પાસે મતદારોને રિઝવવા ગણતરીના કલાકો જ બાકી રહ્યા હોવાથી આવતીકાલે તેઓ માટે કતલની રાત બની રહેશે. તો બીજી તરફ ચૂંટણી તંત્ર પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત થઈ ચૂક્યું છે. શનિવારે સવારે ચૂંટણી કામગીરીના ઓર્ડર મળ્યા બાદ કર્મચારીઓ ઈવીએમ લઈ તેમના મતદાન બૂથે જવા રવાના થશે.