Image Source: Twitter
Donald Trump on FBI Chief’s Resignation: અમેરિકામાં પ્રમુખ પદની ખુરશી સંભાળવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ગુપ્તચર એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)નું નેતૃત્વ કરવા માટે કાશ પટેલની યોગ્ય પસંદગી ગણાવી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, FBIનું નેતૃત્વ કરવા માટે કાશ પટેલ સૌથી યોગ્ય વ્યક્તિ છે. તેઓ દેશમાં ઝડપથી કાયદો-વ્યવસ્થા અને ન્યાયને સ્થાપિત કરશે. આ સાથે જ ટ્રમ્પે ક્રિસ્ટોફર રેના રાજીનામાને અમેરિકા માટે મહાન દિવસ ગણાવ્યો હતો. તેમણે રે વિશે પોતાના દિલની ભડાસ નીકાળી અને કહ્યું કે, તેમના નેતૃત્વમાં FBIએ મારા પર ગેરકાયદેસર રીતે દરોડા પાડ્યા હતા.