23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, નવેમ્બર 21, 2024
23 C
Surat
ગુરુવાર, નવેમ્બર 21, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાભુવા નગરી બનેલા વડોદરામાં વધુ ત્રણ જગ્યાએ ભુવા પડ્યા, પાલિકા તંત્રના ભ્રષ્ટાચાર...

ભુવા નગરી બનેલા વડોદરામાં વધુ ત્રણ જગ્યાએ ભુવા પડ્યા, પાલિકા તંત્રના ભ્રષ્ટાચાર કારણે શહેરની માઠી દશા | three more Potholes occur in vadodara due to last night heavy rain



image : Filephoto

Potholes in Vadodara : વડોદરા સંસ્કાર નગરી વડોદરા હવે બહુનામધારી બની ગયું છે. કલાનગરી તરીકે ઓળખાતા વડોદરાને મગર નગરી કે પછી ખાડોદરા કે ભુવા નગરી તરીકે પણ હવે ઓળખી શકાય છે. સમા વિસ્તારમાં આવેલી જય યોગેશ્વર સોસાયટી અને ભગીરથ સોસાયટીની વચ્ચેના જાહેર રસ્તા પરના આ વિશાળ ભુવામાં સોસાયટીનું આખું મકાન ગરકાવ થાય એવો મસ મોટો ભુવો પડતા સ્થાનિક રહીશો ચોકી ઉઠ્યા છે. જોકે આ અગાઉ પણ આ જ વિસ્તારમાં ચાર ભુવા ચાલું વરસાદી સિઝનમાં પડી જવા સહિત આ પાંચમો મસ મોટો ભુવો છે. અંદાજિત 20 વર્ષ અગાઉ નાખવામાં આવેલી લાઈનની માટી વરસાદમાં ધસી જવાના કારણે આ ભુવો પડ્યો હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. જોકે અવારનવાર પાલિકા તંત્ર શહેરમાં પડતા ભુવા અંગે અગાઉના પાલિકા તંત્રને જવાબદાર ઠેરવતા હતા. પરંતુ પડેલા આ મોસમોટા ભુવાથી હવે પાલિકા તંત્ર છટકી શકે એમ નથી. પાલિકા તંત્રના ભ્રષ્ટાચારની પોલ સ્થાનિક રહીશોના કહેવા પ્રમાણે ખુલ્લી પડી ગઈ છે. આ વિશાળ ભુવાને વહેલી તકે અન્ય કોઈ અકસ્માત સર્જાય એ અગાઉ ભ્રષ્ટ પાલિકા તંત્રે થીંગડા મારવા જરૂરી છે.

જ્યારે બીજી બાજુ ટ્રાફિકથી ધમધમતા સર્કલ ચાર રસ્તા પાસે ગાય સર્કલને અડીને જ મસ મોટો ભુવો ફરી એકવાર શહેર પાલિકા પદાધિકારીઓની ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી પાડી રહ્યો છે. જોકે પાલિકા તંત્ર શહેરમાં પડતા આવા નાના-મોટા ભુવા અંગે હાલના તંત્રનો કોઈ દોષ નહીં હોવાની ગુલબાંગો પોકારે છે. 

ઉલ્લેખનીય છે કે, સંસ્કાર નગરી વડોદરા શહેર હવે જુદા-જુદા નામ જેવા કે કલાનગરી, મગર નગરી, ખાડોદરા ઉપરાંત ભુવા નગરી માટે પણ જાણીતી બની છે. કોઈપણ સીઝનમાં ગમે ત્યારે કોઈપણ વિસ્તારમાં નાના-મોટા ભુવા પડી રહ્યા છે. પરિણામે બદનામ થયેલું પાલિકા તંત્ર હાલના તંત્રને બિલકુલ દોષિત ગણતું નથી. 

ઉલ્લેખનીય છે કે ગઈ રાત્રે શહેરમાં 110 કિ.મી.ની ઝડપે મુકાયેલા વાવાઝોડા સાથે માત્ર બે કલાકમાં ત્રણ ઇંચ જેવો ભારે વરસાદ પડતા શહેરના જુદા-જુદા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વાવાઝોડા સહિત વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. શહેરમાં ઠેર-ઠેર નાના મોટા 200 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. પરિણામે ફાયર બ્રિગેડ તંત્રના ફોનની ઘંટડી સતત રાણકતી રહી હતી. જેથી લાશ્કરોની ટીમ રાત ભર દોડતી રહી હતી છતાં પણ સવારે રસ્તા વચ્ચે વૃક્ષો પડેલા હતા જેથી ચાલકોને સ્વયંભૂ ડાયવર્ઝન લેવાની ફરજ પડતી હતી. 

રાત્રે તોફાની વાવાઝોડા સાથે પડેલા ભારે વરસાદના કારણે પશ્ચિમ વિસ્તારમાં આવેલા ચાર રસ્તા સર્કલના ગાય સર્કલ ખાતે વધુ એક મસ મોટો ભુવો પડ્યો છે. જો આ ભુવો તાત્કાલિક ધોરણે રીપેર કરવામાં પાલિકા તંત્ર જરા પણ આળસ દાખવશે તો ગાય સર્કલ પણ જમીનમાં ગરકાવ થવાની શક્યતા નકારી શકાતી નથી. ગાય સર્કલને અડીને પડેલ આ ભૂવામાં પૂર ઝડપે આવતો કોઈ કારચાલક ભુવામાં સમયને ગરકાવ થઈ શકે એટલો ઊંડો અને પહોળો છે. જેથી પાલિકા નગરસેવકો અને એન્જિનિયરો સહિત અન્ય પદાધિકારીઓએ તાત્કાલિક આ સ્થળની મુલાકાત લઈને વહેલી તકે ભુવો રિપેર કરવાની કામગીરી કરવી અત્યંત જરૂરી હોવાની લોક માંગ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય