– શનિવારે રાત્રે બનેલી ઘટનાને લઈ બોટાદ શહેરમાં ચકચાર મચી
– બોટાદના દિનદયાળ ગેટ નજીક ત્રણ શખ્સોએ કર્મચારીને સરજાહેર ચાલ્યા જવાનું કહી લાકડાંના ધોકા વડે માર માર્યો, ધમકી આપી ફરાર
ભાવનગર : બોટાદના ખાસ રોડ નવી પોલીસ લાઈન ખાતે રહેતા અને બોટાદ પોલીસ હેડ કવાર્ટરમાં કોમ્પ્યુટર શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીને ત્રણ શખ્સે લાકડાના ધોકા વડે માર મારી ફરજમાં રૂકાવટ કરી ધમકી આપી હતી.
બનાવની વિગત એવી છે કે, બોટાદના ખાસ રોડ નવી પોલીસ લાઈન ખાતે રહેતા અને બોટાદ પોલીસ હેડ કવાર્ટરમાં કોમ્પ્યુટર શાખામાં ટેકનિકલ કામગીરી બજાવતા કરમશીભાઈ નાનુભાઈ રાઠોડ ગત શનિવારે રાત્રિના ૧૦ કલાકે વાગ્યે બોટાદ પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે કોમ્પ્યુટર શાખામાં ફરજ પર હાજર હતા.તે દરમિયાન ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ચાલતી કનેક્ટીવીટી અવેડા ગેટ ચોકી ખાતે ફાળવેલ હોય જે કનેકટીવીટી ડાઉન આવતી હોય જેથી તે જગ્યાએ જતાં ત્યાંે તાળુ મારેલું હતું.