પોલીસવાળાના સ્વાંગમાં આવેલો ગઠિયો સેન્ટ્રલ એસ.ટી.ડેપો પરથી મુસાફરને ચેક કરવાના બહાને ખિસ્સામાંથી રોકડા ૧ હજાર કાઢીને રવાના થઇ ગયો હતો. જે અંગે સયાજીગંજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
નિઝામપુરાની વિનય પાર્ક સોસાયટીમાં રહેતા ગુલાબભાઇ મોહનભાઇ નાયકા મૂળ પંચમહાલ જિલ્લાના શેહરા તાલુકાના ચારી ગામના વતની છે.