વડોદરા,મોટાભાઇની બર્થડે હોઇ મોબાઇલ ફોન લેવા માટે નાના ભાઇને બાઇક પર બેસાડીને બંને રણોલી ગામે જતા હતા. પદમલા નજીક હાઇવે પર આવેલી હોટલ નજીક કાર ચાલકે ટક્કર મારતા બંને ભાઇઓ હવામાં ફંગોળાયા હતા. જેમાં નાના ભાઇનું મોત થયું હતું. જે અંગે છાણી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પદમલા ગામ અલકાપુરી ફળિયામાં રહેતા ૧૮ વર્ષના શૈલેષ પ્રકાશભાઇ પરમાર ની આજે બર્થડે હતી. જેથી,તે નાના ભાઇ તુષાર (ઉં.