– બાળકોમાં વધતી બિમારી અંગે તબીબે વિવિધ સંશોધનાત્મક તારણો રજૂ કર્યા
– લાંબો સમય એક જ સ્થળે બેસી રહેવાથી બાળકોમાં સ્થુળતા વધે છે,વેકેશન-રજામાં પણ અભ્યાસનાં બદલે મેદાની રમતો બાળકને સ્વસ્થ માનસિક વિકાસ બક્ષે છે
ભાવનગર : અભ્યાસક અને સહઅભ્યાસક પ્રવૃત્તિમાં તેજસ્વી અને હોશીંયાર દેખાવાની ઘેલછાના કારણે આજનું બાળ માનસ સતત તણાવગ્રસ્ત થઈ રહ્યું છે જેના કારણે બાળ અવસ્થામાં જ હૃદયરોગથી લઈ અનેક નાની મોટી બિમારી ઘર કરી રહી છે. બાળકોમાં સતત વધી રહેલી બિમારી પાછળ તેમના સ્કૂલબેગના વજનથી લઈ શાળામાં સતત ૧૨ કલાક સુધી બેસાડી રાખવાની બાબત પણ કારણભૂત હોવાનું તાજેતરમાં થયેલાં વિવિધ સંશોધનના તારણોમાં ફલિત થયું હોવાનું શહેરના બાળ નિષ્ણાંત તબીબે જણાવ્યું હતું.
ભાવનગરના બાળ નિષ્ણાંત તબીબ ડૉ.