– દિહોર અને આજુબાજુના 25 ગામના લોકોને કાયમી મુશ્કેલી
– રસ્તાને ડબલપટ્ટીનો કરવા ૧૫ વર્ષથી માંગ છતાં કોઈ સાંભળતું નથી, ફૂટ-દોઢ ફૂટના ખાડા છતાં રિપેરીંગ કરવામાં પણ આળસ
દિહોર : તળાજા તાલુકાના દિહોર પંથકને સિહોર સાથે જોડતા દિહોર-વરલનો સીંગલપટ્ટી રોડ છેલ્લા ઘણાં સમયથી બિસ્માર હાલતમાં છે. મુસાફરોની કમર અને વાહનોની કમાન તૂટી જાય તેવી આ રસ્તાની દુર્દશા છે. માર્ગ પર ઠેક-ઠેકાણે ફૂટ-દોઢ ફૂટના મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે લોકોને કાયમી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.