– સોશિયલ મીડિયાની વાત આવે ત્યારે સામાન્ય રીતે લિંક્ડઇન આપણા રડારની બહાર રહે છે
તમે કોઈ જોબમાં બહુ સારું પરફોર્મન્સ બતાવ્યું હોય, તમારા બોસ તમારા કામથી ઇમ્પ્રેસ્ડ હોય અને પછી તમે બંને અલગ અલગ દિશામાં આગળ વધી ગયા હો – બોસ કોઈ નવી કંપનીમાં વધુ મોટી પોસ્ટ પર સેટ હોય અને કોઈ નવા પ્રોજેક્ટ માટે તમે એમને યાદ આવો, તો એ તમારો કોન્ટેક્ટ કેવી રીતે કરે?
એમને માટે અને પછી એમના એચઆર ડિપાર્ટમેન્ટ માટે સૌથી સહેલો રસ્તો બની શકે લિંક્ડઇન સોશિયલ પ્લેટફોર્મ. જો તમે અને તમારા બોસ બંને લિંક્ડઇન પર સારી રીતે એક્ટિવ હો, તો એકમેક સાથે કનેક્ટેડ હો જ. એ તમારો તરત કોન્ટેક્ટ કરી શકે અને તમને એક નવી, વધુ સારી જોબ ઑફર મળી જાય, સહેલાઈથી! એ જ રીતે, તમે ફ્રીલાન્સર હો કે નાનો-મોટો બિઝનેસ કરતા હો તો જૂના ક્લાયન્ટ્સ પાસેથી નવું કામ મેળવવાનું બહુ સહેલું બને, લિંક્ડઇન પર.