29 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
29 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાવડોદરામાં ચાલુ વરસાદે પણ ગરબા યોજવા આયજકો મક્કમ | The organizers are...

વડોદરામાં ચાલુ વરસાદે પણ ગરબા યોજવા આયજકો મક્કમ | The organizers are determined to hold the garba in Vadodara despite the ongoing rain


વડોદરા : ચાર દિવસ પછી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે પરંતુ મેઘરાજા હજુ વિદાય થવાનું નામ નથી. તેમ છતાં વરસતા વરસાદ વચ્ચે પણ ગરબા મેદાનો ઉપર તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ખેલૈયાઓની જેમ જ ગરબા આયોજકો પણ ઉત્સાહમાં છે કે ભલે વરસાદ પડે તો પણ ગરબા તો રમાશે જ. ગરબાના આયોજકો દ્વારા આ વખતે અલગ અલગ થીમ પણ નક્કી કરવામા આવી છે.

શહેરના સુભાનપુરા વિસ્તારમાં સમતા ગ્રાઉન્ડ ઉપર યોજાતા માં શક્તિ ગરબા મહોત્સવમાં પ્રથમ નોરતે માતાજીનું ઢોલ, તાશા અને લેઝીમ સાથે સ્વાગતયાત્રા યોજવામાં આવશે. ગરબા આયોજક જયેશ ઠક્કર કહે છે કે અમે ગાયક અચલ મહેતાના રિષભ ગૃપની સાથે નવરાત્રિ ગરબા આયોજનના ૨૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. અમારા ગરબામાં શરૃઆતથી જ મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી છે. કોઇ પાસ નથી. આ વખતે પૂર્ણાહુતિમાં નવમાં નોરતે ડ્રોન શોનું આયોજન કરાયુ છે તો આઠમની રાત્રે ૧૦૮ દીવાની એક એવી આઠ આરતીમાં શક્તિ ગરબાની આકૃતિવાળી ૧૦૦૧ દીવાની આરતી થશે.

નવશક્તિ ગરબામાં આર્મીનું શૌર્ય, અઘોર આરતી, ઓર્ગન ડોનેશન જેવી થીમ 

કારેલીબાગમાં યોજાતા નવશક્તિ ગરબાના આયોજક કમલેશ પરમારે કહ્યું હતું કે ‘અમારા ગરબામાં દર વર્ષે જનજાગૃતિને મહત્વ આપવામાં આવે છે. આ વખતે નવ દિવસ દરમિયાન સ્વચ્છતા અભિયાન, આર્મીનું શૌર્ય, અઘોર આરતી, મહાઆરતી, ઓર્ગન ડોનેશન, ફાયર સેફ્ટી અને સીપીઆર થીમ નક્કી કરવામાં આવી છે. અમે ગરબા ગ્રાઉન્ડ ઉપર પણ સીપીઆર (હાર્ટ એટેક આવે ત્યારે છાતી પર દબાણ આપીને શ્વાસને પુનઃસ્થાપન કરવા માટેની ક્રિયા) નિષ્ણાતો પણ હાજર રાખીશું.

અંબાલાલપાર્ક ગરબા ગ્રાઉન્ડમાં ૨૫ હજાર દિવડાઓની મહાઆરતી, 

કારેલીબાગ સ્થિત અંબાલાલપાર્ક ગરબા ગ્રાઉન્ડ ઉપર યોજાતા ગરબાના આયોજક મનોજ પટેલે કહ્યું હતું કે ‘વડોદરમાં અમારા ગરબાની મહાઆરતી પ્રસિધ્ધ છે. પરંપરા મુજબ આ વખતે પણ આઠમા નોરતે રાત્રે ગરબા દરમિયાન ૨૫ હજાર દિવડાની મહાઆરતી કરવામાં આવશે.

વડોદરામાં ચાલુ વરસાદે પણ ગરબા યોજવા આયજકો મક્કમ 2 - image

હેરિટેજ ગરબાની ગ્રાઉન્ડની બન્ને તરફ મેડિકલ  બુથ, સુરક્ષાને પ્રાથમિકતા

લક્ષ્મિવિલાસ પેલેસમાં યોજાતા હેરિટેજ ગરબા મહોત્સવના પ્રેસિડેન્ટ મહારાણી રાધિકારાજે ગાયકવાડે કહ્યું હતું કે અમારા ગરબામાં સેફ્ટી ફર્સ્ટનો નિયમ છે. મહિલાઓ અને યુવતિની સુરક્ષા માટે ૨૫૦થી વધુ સુરક્ષા ગાર્ડ તૈનાત રહેશે. પેલેસના બેકગ્રાઉન્ડમાં હેરિટેજ લુકમાં યોજાતા અમારા ગરબામાં માતાજીના પ્રાચિન ગરબાઓનો પણ સમાવેશ કરાયો છે. ગ્રાઉન્ડની બન્ને તરફ મેડિકલ બુથમાં ડોક્ટરો સહિતની ટીમ ખડેપગે રહેશે. ઇમરજન્સી વખતે 

વીએનએફના ગ્રાઉન્ડ ઉપર ૧૦ બેડની હંગામી હોસ્પિટલ

નવલખી ગ્રાઉન્ડ ઉપર યોજાતા વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના પ્રમુખ મયંક પટેલે કહ્યું હતું કે વડોદરાના કોઇ ગરબા ગ્રાઉન્ડ ઉપર નહી હોય એટલી મોટી હંગામી હોસ્પિટલ અમારા ગ્રાઉન્ડ ઉપર તૈયાર કરાઇ છે. ૧૦ બેડની હંગામી હોસ્પિટલમાં બે ડોક્ટરો સાથે પેરામેડિકલ ટીમ તૈનાત રહેશે. ખેલૈયાઓના ધસારાને ધ્યાનમાં રાખીને આ વખતે ગ્રાઉન્ડ પણ મોટુ કરવામાં આવ્યુ છે. 

મોડી રાત સુધી ગરબાની જાહેરાતથી ખેલૈયાઓ અને આયોજકો ખુશ

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે જાહેરાત કરી હતી કે નવરાત્રિ દરમિયાન ગરબા મોડી રાત સુધી ચાલુ રહેશે તો પણ પોલીસ હેરાન નહી કરે. આ જાહેરાતના પગલે ગરબા પ્રેમી વડોદરા શહેરના ખેલૈયાઓની સાથે આયોજકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી. લોકોનું કહેવુ છે કે જે પ્રમાણે લોકોની લાઇફ સ્ટાઇલ બદલાઇ છે તે પ્રમાણે મોડી સાંજ સુધી તો લોકો કામ-ધંધામાં વ્યસ્ત હોય છે એટલે ગરબામાં પહોંચવામાં પણ મોડુ થાય છે માટે મોડી રાત સુધી ગરબા રમાય તો પુરતો આનંદ લઇ શકાય.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય