પોલીસની ઓસરી ગયેલી ધાકનો વધુ એક કિસ્સો
બી ડિવિઝન પોલીસ મથકમાં નામચીન પ્રતિક ચંદારાણા અને તેના ત્રણ મળતિયાઓ સામે ગુનો નોંધાયો
રાજકોટ: શહેરમાં પોલીસની ઓસરી ગયેલી ધાકની પ્રતિતિ કરાવતી ઘટનાઓ હવે રોજિંદી બની ગઇ છે. હત્યાની કોશિષ, દારૂ, મારામારી સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા નામચીન પ્રતિક દિલીપભાઈ ચંદારાણા અને તેના ત્રણ મળતિયાઓએ ગઇકાલે રાત્રે આતંક મચાવી એક પરિવારના સભ્યો ઉપર હુમલો કરતાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
માંડા ડુંગરની શિવમ સોસાયટીમાં રહેતા હિરેન મહેશભાઈ ગરચર (ઉ.