– સુરત મુકામે લગ્ન પ્રસંગે હાજરી આપી મોરંગી ગામે રહેતો પરિવાર પરત આવી રહ્યો હતો
– જાગ્યા પછી પણ પરિસ્થિતિ સમજાતી ન હતી, બધા સ્તબ્ધ હતા, અકસ્માતને નજરે નિહાળી પુત્રી ગુમાવનાર પિતાએ આપવિતી જણાવી
ભાવનગર : ભાવનગર જિલ્લાના ત્રાપજ પાસે આજે વહેલી સવારે લક્ઝરી બસનો હાઈ-વે પર પડેલા ડમ્પર સાથે અકસ્માત થયાના ચકચારી બનાવમાં ઘટનાને પ્રત્યક્ષ જોનારા અને પોતાના વ્હાલસોયી દિકરીને ગુમાવનારા પિતાએ સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો. પરિવાર સાથે તેઓ સુરતથી રાજુલા તાલુકાના માંડળ સુધી આવવાના હતા અને ત્યાંથી તેના ગામ મોરંગી જવાના હતા. વહેલી સવારે ધડામ અવાજે બસમાં સવાર ઊંઘી રહેલા મુસાફરોની ઊંઘ ઉડાડી દીધી હતી અને અમુક મુસાફરો ઊંઘમાં જ મૃત્યું પામ્યા હતા. જાગ્યા પછી અકસ્માતના દ્રશ્યની તમામ મુસાફરો સ્તબ્ધ હતા.