Congress Attack on Gujarat Government : ગુજરાત સરકાર દ્વારા પોતાના ઉદ્યોગપતિઓ- મૂડીપતિઓને આર્થિક લાભ કરાવવા ખેડૂતો સાથે કરવામાં આવતા મીણા કમિટીના નવા કાયદા મુદ્દે રાજ્યના ખેડૂતોને અન્યાય વિરુદ્ધ કોંગ્રેસે ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે. આજે વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિવિધ મુદ્દે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ‘આપણો દેશ અને આપણું રાજ્ય ખેતીપ્રધાન છે. રાજ્ય અને રાષ્ટ્રની સમૃદ્ધિ છે,ઉન્નતિ છે, જે જીડીપી છે તેમાં ખેડૂત અને ખેતીનું મોટું યોગદાન છે. ખેતીની સાથે ગુજરાતમાં પશુપાલન અને સહકારી પ્રવૃત્તિ સંકળાયેલી છે અને તેના કારણે જે ગ્રામ્ય વિસ્તાર છે ખેડૂત અને પશુપાલકો છે તેમની આર્થિક સમૃદ્ધિમાં એનું એક માધ્યમ છે.