– નાની વાવડી ગામે તસ્કરોએ ધોળા દિવસે બંધ મકાનમાં ખાતર પાડયું
– દંપતિ ઘરને બંધ કરી ગામની સીમમાં આવેલી વાડીએ ખેતીકામ કરવા ગયા હતા ત્યારે તસ્કરોએ કળા અજમાવી : નાના એવા ગામમાં ધોળા દિવસે તસ્કરીને લઈ ચકચાર
ભાવનગર : બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે ધેળા દિવસે ખેડૂતના બંધ મકાનમાં થયેલી ચોરીમાં તસ્કરો પુત્રએ માતા-પિતાને મોકલાવેલાં નાણાં અને વિમા કંપનીમાંથી આવેલી રોકડ તથા દાગીના સહિત રૂ.૫.૦૭ લાખ લાખની મત્તા ચોરી નાસી ગયા હતા. નાનકડા એવા ગામમાં ધોળા દિવસે બનેલાં ચોરીના આ બનાવને લઈ ભારે ચકચાર મચી છે.