22 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
22 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabadમાં ટયુશન કલાસ ચલાવતી શિક્ષિકા સાથે દુષ્કર્મની ઘટના, આરોપીની પોલીસે કરી ધરપકડ

Ahmedabadમાં ટયુશન કલાસ ચલાવતી શિક્ષિકા સાથે દુષ્કર્મની ઘટના, આરોપીની પોલીસે કરી ધરપકડ


અમદાવાદમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતી શિક્ષિકા સાથે દુષ્કર્મની ઘટના બની છે જેમાં પૂર્વ વિદ્યાર્થીના પિતાએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે,અશોક નિષાધ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં શિક્ષિકાના બિભત્સ વીડિયો ઉતારી નાણાં પડાવ્યા હોવાની વાત સામે આવી છે.આરોપીએ શિક્ષિકાનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 30 લાખ પડાવ્યા હોવાની વાત સામે આવી છે.આરોપી હાલમાં એટ્રોસિટીના કેસમાં જેલમાં આરોપી હાલ વિવેકાનંદનગર પોલીસની કસ્ટડીમાં છે અને જેલમાં છે,બીજી તરફ ખોખરા પોલીસે આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથધરી છે.

વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ 30 તોલા સોના ચાંદીના દાગીના પણ પડાવ્યા છે સાથે સાથે ફરિયાદીનો પતિ દિલ્હીમાં પોલીસમાં ફરજ બજાવે છે.આરોપી અશોક નિશાધ એટ્રોસિટીના ગુનામાં વિવેકાનંદ નગર પોલીસની કસ્ટડીમાં હોવાનું સામે આવ્યું છે.ખોખરા પોલીસે આરોપીના ધરપકડ માટે કાયદાકીય પ્રક્રિયા હાથધરી છે.

પહેલી ઘટના આજે અમરેલીના વડીયામાં

અમરેલીમાં 21 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે,જેમાં લગ્નની લાલચ આપી 4 શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે,વડીયાના કુકાવાવમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,વડીયા પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે જેમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને શોધવાની કવાયત હાથધરી છે.

બીજી ઘટના આજે અમદાવાદના વાસણા વિસ્તારમાં

અમદાવાદના વાસણા વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની છે જેમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની વાત સામે આવી છે,સગીરાની માતા સાથે આરોપીએ મૈત્રીકરાર કર્યો હતો અને ત્યારબાદ આરોપીએ સગીરા પર નજર બગાડી હતી અને સમય જોઈને સગીરાનો ફાયદો ઉઠાવ્યો હતો,આ સમગ્ર ઘટનામાં સગીરાએ તેના પિતાને જાણ કરતા તેમના પગ પણ જમીન પરથી સરકી ગયા હતા,તો વાસણા પોલીસે આરોપીની અટકાયત કરી હતી.

ત્રીજી ઘટના આજે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ઘટના બની હતી,જેમાં પાડોશી યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યુ છે.બીજી તરફ સાબરમતી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે,રસોઈના બહાને સગીરાને ઘરે બોલાવી અને ત્યારબાદ તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ બાદ તેની બદનામી કરી હતી અને સગીરા અને તેની બહેનને મારી નાખવાની ધમકી આપી હતી.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.

 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય