21.1 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
21.1 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરાજકોટખંભાળિયા નજીક હાઇવે પર કરાયેલાં દબાણો પર બૂલડોઝરફરી વળ્યું | The bulldozer...

ખંભાળિયા નજીક હાઇવે પર કરાયેલાં દબાણો પર બૂલડોઝરફરી વળ્યું | The bulldozer overturned due to pressure on the highway near Khambhaliya



દબાણો દૂર કરવાની નોટિસ ધોળીને પી જવાતાં તંત્ર દ્વારા કાર્યવાહી : 3 હોટલો અને 12 જેટલી નાની- મોટી દુકાનોની પેશકદમી હટાવી 1.50 લાખ ફૂટ સરકારી જમીન ખુલ્લી કરાવાઇ

 જામખંભાળિયા, : ખંભાળિયા-જામનગર તેમજ ખંભાળિયા-દ્વારકા હાઈવે પર વધતા જતા જગ્યાના ભાવ વચ્ચે સરકારી જમીનો પર ઠેર ઠેર દબાણો થતા આ સામે તંત્રએ કડક હાથે કામગીરી કરી, આજરોજ જામનગર હાઈવે પર લાખો ફૂટ કિંમતી સરકારી જગ્યા પર કોમશયલ દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 3 હોટલો તથા 12 દુકાનોને તોડી પડાઇ હતી.

આ સમગ્ર પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાથી જામનગર તરફ જતા હાઈવે માર્ગ પર આવેલા માંઢા ગામ સ્થિત આરાધના ધામ સામે કેટલાક શખ્સો દ્વારા સરકારી જમીનને વણાંકી લઈ અને કોમશયલ બાંધકામો ઉભા કરી દેવામાં આવ્યા હતા. વધુમાં જાણવા મળતી વિગત મુજબ લાખો ફૂટની અને કરોડો રૂપિયાની અંદાજિત બજાર કિંમત ધરાવતી આ જગ્યા પર હોટલો તેમજ દુકાનો બનાવી અને તેમાં છડેચોક વેપાર-ધંધા કરવામાં આવતા હતા.

આ સમગ્ર પ્રકરણ અંગે અહીંના સરકારી તંત્ર દ્વારા દબાણકર્તા આસામીઓને તેઓનું દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરી દેવા માટેની અનેક વખત નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં પણ આ નોટિસને કાગળની ચબરખી સમજીને દબાણ દૂર ન કરાતા આખરે તંત્રએ આજરોજ લાલ આંખ કરી હતી. જેના અનુસંધાને અહીંના પ્રાંત અધિકારી કે.કે. કરમટાના સીધા માર્ગદર્શન હેઠળ અહીંના મામલતદાર વિક્રમ વરૂ તેમજ સ્ટાફ દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને જે.સી.બી. જેવા સાધનોની મદદથી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. જે મોડે સુધી ચાલી હતી. આ દબાણ હટાવ કામગીરીમાં ત્રણ હોટલો અને એક ડઝનથી વધુ નાની-મોટી દુકાનો સહિતનું 1,50,000 ફૂટ જેટલું અનધિકૃત બાંધકામ દૂર કરી, સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય