ખ્યાતિ હોસ્પિટલના કાંડને લઈ સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે જેમાં ખ્યાતિ કાંડમાં આરોગ્ય વિભાગ શંકાના દાયરામાં જોવા મળી રહ્યું છે,ખ્યાતિ કાંડ મુદ્દે આરોગ્ય વિભાગ જ પોતાના બચાવમાં છે તેમ લાગી રહ્યું છે,તપાસ કમિટીની રચના છતાં કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી,તપાસના નામે સમય પસાર કરવાનું માત્ર તરકટ કરવામાં આવી રહ્યું છે,ત્યારે મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજૂ પોલીસ પકડથી દૂર છે,મૃતક દર્દીઓના PMના પ્રાથમિક રિપોર્ટ પણ નથી આવ્યા તેવી માહિતી સામે આવી રહી છે.
આરોગ્ય વિભાગની તપાસ પણ શંકાના દાયરામાં
આ સમગ્ર માહિતી સૂત્રો તરફથી સામે આવી છે જેમાં તપાસ કમિટીને વધુ તપાસ ન કરવા સૂચના અપાઇ છે,વર્ષ 2022થી અત્યાર સુધી 3500 થી વધુ ઓપરેશન થયા છે તેમજ PMJAYનો લાભ લેવા એપ્રુવલ ઇમરજન્સીમાં મોકલતા હતા,વારંવાર ઇમરજન્સી એપ્રુવલમાં મકલ્યા છતાં કોઇ તપાસ નહી થતી હોવાની પણ વાત છે.ખોટા રિપોર્ટના આધારે PMJAYમાંથી મંજૂરી મેળવતા હતા,ઓપરેશન બાદ પણ આરોગ્ય વિભાગને તપાસની સત્તા છે તેમ છત્તા તપાસ શંકાના દાયરામાં છે.ખ્યાતિ હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગની રહેમ નજર
ખ્યાતિ હોસ્પિટલ સામે કેમ કોઇ તપાસ ન થઇ તે મોટો પ્રશ્ન છે.ખ્યાતિ હોસ્પિટલની ફાઇલને ઇમરજન્સી એપ્રુવલ કેવી રીતે મળતું?આરોગ્ય વિભાગ કોના ઇશારે કામ કરી રહ્યું હતું ? PMJAYના 8 કલાકમા 100 થી વધુ દર્દીની ફાઈલને મંજૂરી આપવામા આવે છે.ડોક્ટરો માત્ર મંજુરી આપે છે. પરંતુ તપાસ કેમ નહી કરી તેનો કોઈ જવાબ નહી.
ક્રાઈમબ્રાન્ચ દ્વારા સોંગદનામું પણ કરવામાં આવ્યું
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ દર્દીઓના મોત મામલે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા કોર્ટમાં સોગંદનામું કરવામાં આવ્યું છે. જેમાં કાર્તિક પટેલને જામીન નહી આપવા ક્રાઈમ બ્રાંચ દ્વારા સોગંદનામું કરવામાં આવ્યું છે. તેમજ કાર્તિક પટેલ દ્વારા હોસ્પિટલ ખોટ કરતી હોવાનું દર્શાવી સમગ્ર કૌભાંડ આચર્યું છે,તેમજ કાર્તિક પટેલ જ ફ્રી કેમ્પ કરવા માટે દબાણ કરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. તેમજ વધુમાં વધુ દર્દીઓને હોસ્પિટલમાં લાવવા આદેશ કરતો હતો. હોસ્પિટલને વધુમાં વધુ આવક થાય તે માટે દર્દીઓને શોધતા હતા.
કોણ છે સંજય પટોળીયા?
ખ્યાતિ કાંડના આરોપી ડોક્ટર સંજય પટોળીયા અમદાવાદ બેરિયર ટ્રિક્સ હોસ્પિટલના સ્થાપક છે. તેમણે હોસ્પિટલની શરૂઆત કરી હતી. વર્ષ 2001 માં નવા પાર્ટનર તરીકે કાર્તિક પટેલ, પ્રદીપ કોઠારી અને ચિરાગ રાજપૂતને પોતાની સાથે સામેલ કરી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી હતી. આરોપી સંજય પટોળીયા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટરોમાંથી એક છે. હોસ્પિટલના પેશન્ટની મેડિકલ સારવારને લઈને તમામ નિર્ણયો સંજય પટોળીયા દ્વારા લેવામાં આવતા હતા. આના સિવાય હોસ્પિટલમાં નવા ડિપાર્ટમેન્ટ શરૂ કરવા અને તેના માટે ડોક્ટરોની નિમણૂકની કામગીરી પણ તેમના દ્વારે જ કરવામાં આવતી હતી. એમને હોસ્પિટલની મોટી મોટી જવાબદારી સોંપવામાં આવી હતી.