29 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
29 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરાજકોટભાગીદારીમાં ખાણ રાખવાની લાલચ આપી ભાણવડની મહિલા સાથે 13 લાખની છેતરપિંડી |...

ભાગીદારીમાં ખાણ રાખવાની લાલચ આપી ભાણવડની મહિલા સાથે 13 લાખની છેતરપિંડી | The accused in the murder of a young man on Morbi’s vegetable road is in hand



આંગણવાડી મહિલા હેલ્પરે ફરિયાદ કરી

આધારકાર્ડ, ફોટા લઈ મહિલાની કોરા કાગળ પર સહી લઈ લીધા બાદ રકમ પરત આપવામાં ઠાગાઠૈયા

જામ ખંભાળિયા: ભાણવડ તાલુાકના નવાગામ ખાતે રહેતા એક મહિલાને શાળા સંચાલક દ્વારા ભાગીદારીમાં ખાણ રાખવા માટે પૈસાનું રોકાણ કરવા બાબતે વિશ્વાસમાં લઈ, કુલ રૂપિયા ૧૨.૯૧ લાખની છેતરપિંડી કરી ધાક ધમકીઓ આપવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.

મહિલાનો વિશ્વાસ જીતી ટૂકડે ટૂકડે રોકડ, ગોલ્ડ લોન સ્વરૂપે રૂા. ૧૨.૯૧ લાખ લઈ બે ચેક આપ્યા તે રિટર્ન થયા

આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસ સૂત્રો દ્વાર જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાલપુકાના નવાગામ વાડી વિસ્તારમાં રહેતા અને આંગણવાડીમાં હેલ્પર તરીકે કામ કરતા મુમતાઝબેન સુલેમાનભાઈ ઘુઘા નામના ૩૮ વર્ષના મહિલાનો પુત્ર આ જ ગામના સાગર ચનાભાઈ છુછરની શાળામાં અભ્યાસ કરતો હતો. જેથી સાગર તથા મુમતાજબેન એકબીજાના પરિચયમાં હતાં. આ દરમિયાન સાગરે ફરિયાદી મુમતાજબેનને જામજોધપુર તાલુકાના પરડવા ગામે ખાણમાં ભાગીદારીમાં ખાણમાં પૈસાની લાલચ આપી, તેણીનો વિશ્વાસ કેળવી લીધો હતો. આ પછી તા.૨૧ સપ્ટેમ્બર ૨૦૨૩ ના સમયગાળા દરમિયાન તેણીની પાસેથી રોકડ તેમજ ગોલ્ડ લોન સ્વરૂપે ટુકડે ટુકડે રોકડ રકમ તથા બેન્ક મારફતે રૂપિયા ૧૨,૯૧,૪૧૨ મેળવી લઈ આ પછી સુનિયોજિત છેતરપિંડીના ભાગરૂપે ફરિયાદી પાસેથી આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટા મેળવી અને કોરા કાગળ પર મુમતાઝબેનની સહીઓ પણ લઈ લીધી હતી.

આ પછી ફરિયાદીએ આરોપી સાગર પાસેથી પોતાના રૂપિયા પરત લેવા માટેની માંગણી કરતા એણે પોતાની પાસે પૈસા ન હોવાનું કહી, તેના એક્સિસ બેન્કના કુલ રૂપિયા ૯.૧૦ લાખના બે ચેક તેમજ અન્ય એક આસામી હલીમાબેનનો રૂપિયા પાંચ લાખનો ચેક આપ્યો હતો. જે ફરિયાદી મુમતાઝબેને બેંકમાં જમા કરાવતા આ ચેક રિટર્ન થયા હતાં.

આ પછી પણ આરોપી સાગરે ફરિયાદી મહિલાને એમને દેવાના થતા પૈસા બાબતે તેમને વિશ્વાસમાં રાખી અને તેમને આપવાની થતી રકમ ઉઘરાણી કરવા છતાં પરત આપી ન હતી. આટલું જ નહીં. ફરિયાદી મુમતાજબેને પૈસાની ઉઘરાણી કરવા તેમના ઘરે જતા તેને ધાક ધમકી આપીને કાઢી મૂકી, લાકડાના ધોકા વડે માર મારવાની ધમકી આપતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય