Hot Favorite Destination Wedding : આપણે ત્યાં લોકલ વેડિંગ સાથે ડેસ્ટિનેશન વેડિંગનો પણ એટલો જ ટ્રેન્ડ છે. રાજકોટથી લોકો રાજસ્થાન, ગોવા, કોચી ઉપરાંત દુબઇ, વિયેતનામ, ઇજિપ્ત, થાઇલેન્ડ પણ વેડિંગ કરવા જતા હોય છે. ટ્રાન્સપોર્ટેશનને બાદ કરતાં ડોમેસ્ટિક પ્રાઇસમાં ઇન્ટરનેશનલ વેડિંગ થતા હોય છે. જી હા, રાજસ્થાનમાં લગ્નપ્રસંગ પાછળ થતા ખર્ચના બજેટમાં બાલી, થાઇલેન્ડ અને વિયેતનામમાં વેડિંગ ડેસ્ટિનેશન મળી રહે છે.
મેરેજ પહેલા આઉટડોરમાં થતી અવનવી ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીમાં કેન્ડીડ મોમેન્ટ પ્રથમ પસંદ બની રહી છે.