image : Twitter
Surat Water Metro : સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી સુરતીઓની પીવાના પાણી માટે જીવાદોરી છે પરંતુ હવે તાપી નદી પર બેરેજ સાકાર થાય પછી સુરત પાલિકા તાપી નદીનો મહત્તમ ઉપયોગ કરીને તાપી રિવરફ્રન્ટ ધ્યાને રાખીને વોટર ટ્રાન્સપોર્ટને ઇન્ટિગ્રેટેડ કરવા વિચારણા થઈ હતી. પાલિકા કમિશ્નરની વિદેશમાં મુલાકાત દરમિયાન કોચીના વોટર મેટ્રોના ટેકનિકલ સભ્યોની ટીમ સાથે પણ મુલાકાત થઈ હતી.
સુરત મ્યુનિ. કમિશનર સાથેની ચર્ચા બાદ આગામી 22 નવેમ્બર ના રોજ સુરત ખાતે કોચી વોટર મેટ્રોની ટેકનિકલ સભ્યોની ટીમ આવશે. આ ટીમ સાથે સુરત પાલિકાની ટીમ બેરેજના અપસ્ટ્રીમની મુલાકાત લેશે.