વીજચોરો સામે તંત્રની લાલ આંખ
અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકાના જુદા-જુદા વિસ્તારમાં પીજીવીસીએલના વ્યાપક દરોડા
ભુજ: છેલ્લાં કેટલાંક સમયથી કચ્છમાં વીજચોરીનું દુષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબધ્ધ્તા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે, નિયમિત ગ્રાહકોને પણ ક્યારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી.