તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ દરમિયાન તેના ઘણા મહત્વપૂર્ણ પાત્રોએ શો છોડી દીધો છે. દિલીપ જોશી આ શોના મુખ્ય કલાકારોમાંથી એક છે. તે જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યો છે.
હાલમાં શો સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું છે કે દિલીપ જોશીની અસિત મોદી સાથે પણ ઉગ્ર દલીલ થઈ છે. મામલો મારામારી સુધી પહોંચ્યો અને દિલીપ જોશીએ શો છોડી દેવાની ધમકી આપી.
રજાને લઈને શરુ થયો ઝઘડો
એક રિપોર્ટ મુજબ દિલીપ જોશી અને અસિત મોદી વચ્ચે ઓગસ્ટ મહિનામાં ઝઘડો થયો હતો. રજાઓને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સૂત્રના જણાવ્યા મુજબ દિલીપ તેની સાથે વાત કરવાની રાહ જોઈ રહ્યો હતો પરંતુ તે આ અંગે વાત કરવા તૈયાર ન હતો. આ બાબતે દિલીપ જોષી નારાજ થઈ ગયો.
દિલીપ જોષીએ પકડ્યો કોલર!
પ્રોડક્શન સાથે સંકળાયેલા એક સૂત્રએ મીડિયાને જણાવ્યું કે ‘કુશ શાહના શૂટિંગનો છેલ્લો દિવસ હતો. દિલીપ જોષી રાહ જોઈ રહ્યો હતો કે અસિત મોદી પાછો આવે અને રજાઓમાં તેની સાથે વાત કરે. પણ અસિત મોદી આવ્યો અને સીધા કુશને મળવા ગયો. દિલીપ જોષીને આ ગમ્યું નહીં. દિલીપ જોષી ખૂબ ગુસ્સે થઈ ગયો અને બંને વચ્ચે બોલાચાલી થઈ. દિલીપ જોષીએ અસિત મોદીનો કોલર પણ પકડી લીધો અને તેમને શો છોડી દેવાની ધમકી આપવા લાગ્યો. પરંતુ અસિત મોદીએ તેને શાંત પાડ્યો હતો. બંનેએ કેવી રીતે ઝઘડો શાંત કર્યો તે જાણી શકાયું નથી. પરંતુ આ માહિતી સૂત્રોના જણાવ્યા મુજબ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી માહિતી આધારે લખવામાં આવી છે, પરંતુ આ એક એપિસોડનો ભાગ પણ હોય શકે છે. દિલીપ જોશી કે અસિત મોદી તરફથી આ અંગે કોઈ સત્તાવાર કોમેન્ટ કરવામાં આવી નથી.