IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ભારતીય બેટ્સમેન અભિષેક શર્માએ ગુરુવારે મેઘાલય સામે તોફાની સદી ફટકારીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. પંજાબની કેપ્ટનશીપ કરી રહેલા અભિષેકે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મેચમાં માત્ર 28 બોલમાં સદી ફટકારીને ભારત માટે સંયુક્ત સૌથી ઝડપી ટી20 સદી ફટકારી હતી. તેની 11 છગ્ગાની વિસ્ફોટક ઇનિંગના કારણે પંજાબે 10મી ઓવરમાં જ 143 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
ઉર્વિલ પટેલના નામે છે સૌથી મોટો રેકોર્ડ
આ પ્રદર્શનથી ટૂર્નામેન્ટમાં તેની સરેરાશ પણ વધી છે. તેણે ગુરુવારે મેચ પહેલા 6 ઇનિંગ્સમાં 149 રન બનાવ્યા હતા. તેમાંથી તે માત્ર એક જ વાર પચાસ કે તેથી વધુ રન બનાવવામાં સફળ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે ગુજરાતના ઉર્વીલ પટેલે આ ટૂર્નામેન્ટમાં ત્રિપુરા સામે 28 બોલમાં સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો, જે ભારત માટે T-20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી હતી.
રિષભ પંતનો તોડ્યો રેકોર્ડ
અહીં તેણે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનો રેકોર્ડ તોડ્યો. તેણે 2018માં હિમાચલ પ્રદેશ સામે 32 બોલમાં સદી ફટકારી હતી. તમને જણાવી દઈએ કે T-20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે, જેણે સાયપ્રસ વિરુદ્ધ માત્ર 27 બોલમાં સદી ફટકારી હતી.