બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. આજે એટલે કે 19મી નવેમ્બરે અભિનેત્રી પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે સુષ્મિતા સેને લગ્ન કેમ ન કર્યા.
સુષ્મિતા સેનનું નામ ઘણા મોટા સ્ટાર્સ સાથે જોડવામાં આવ્યું
સુષ્મિતા સેનનું નામ ઘણા મોટા સ્ટાર્સ સાથે જોડવામાં આવ્યું. અભિનેત્રીએ હજુ સુધી લગ્ન નથી કર્યા. સુષ્મિતા સેનને બે દીકરીઓ છે, જેમને સુષ્મિતાએ દત્તક લીધી છે. સુષ્મિતાને વારંવાર એક સવાલ પુખવામાં આવે છે કે શું આ બંને દીકરીઓના કારણે તેણે લગ્ન ન કર્યા અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી અને કહ્યું હતું કે તેની પુત્રીઓને તેના લગ્ન સાથે કોઈ લેવાદેવા નથી. પોતે વિવાહ ન કર્યા તે તેની મરજી અને કિસ્મતની વાત છે.
આ વાતનો ખુલાસો સુષ્મિતા સેને ટ્વિંકલ ખન્નાના ટ્વિક ઈન્ડિયામાં પોતાના ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો
સુષ્મિતા સેને જણાવ્યું કે તેમની બે પુત્રીઓ અલીશા અને રેને સેન લગ્ન ન કરવા માટેનું કારણ નથી. તેણીએ પોતે ત્રણ વાર લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પરંતુ કોઈને કોઈ કારણસર તે દુલ્હન બની શકી ન હતી. આ વાતનો ખુલાસો સુષ્મિતા સેને ટ્વિંકલ ખન્નાના ટ્વિક ઈન્ડિયામાં પોતાના ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો.
સુષ્મિતા સેને કહ્યું હતું કે, ‘હું નથી ઈચ્છતી કે કોઈ આવીને જવાબદારીઓ વહેંચે
સુષ્મિતા સેને કહ્યું હતું કે, ‘હું નથી ઈચ્છતી કે કોઈ આવીને જવાબદારીઓ વહેંચે, પરંતુ ક્યારેય મને મારી લાડકીઓથી દૂર લઇ જવાની કોશિશ ન કરે. હું મારા જીવનમાં ઘણા લોકોને મળી. હું ત્રણ વાર લગ્ન કરવા નજીક પહોંચી બસ શરણાઇ ગુંજે તેટલી જ વાર હતી પરંતુ કોઈક રીતે ભગવાને મને બચાવી લીધી. હું કહી શકતી નથી કે તેના જીવનમાં કઈ સમસ્યાઓ આવી, પરંતુ ભગવાને મારી રક્ષા કરી, કારણ કે ભગવાન આ બે બાળકોની રક્ષા કરે છે, તે મને આ ખરાબ બાબતોમાં જવા દેતો નથી.
સુષ્મિતા સેને થોડા સમય પહેલા રોહમન શૉલ સાથે બ્રેકઅપ કર્યું હતું
સુષ્મિતા સેને થોડા સમય પહેલા રોહમન શૉલ સાથે બ્રેકઅપ કર્યું હતું અને આ કપલે પોતે સોશિયલ મીડિયા પર તેમના બ્રેકઅપની જાહેરાત કરી હતી. જોકે, બ્રેકઅપ બાદ આ કપલે તેમની મિત્રતા જાળવી રાખી છે. સુષ્મિતા અને રોહમન ઘણીવાર બોલિવૂડ ઈવેન્ટ્સ અને વેકેશનમાં સાથે જોવા મળ્યા છે. જો કે બંને તેને મિત્રતા કહે છે, પરંતુ ચાહકોને લાગે છે કે આ કપલ ફરી રિલેશનશિપમાં આવી ગયું છે.
કરિયરની વાત કરીએ તો તેણે દસ્તક ફિલ્મથી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી
સુષ્મિતા સેનના કરિયરની વાત કરીએ તો તેણે દસ્તક ફિલ્મથી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી ‘ફિઝા’, ‘આંખે’, ‘મૈં હું ના’ અને ‘મેને પ્યાર ક્યું કીયા?’ જેવી ફિલ્મોમાં કામ કરીને સુષ્મિતાએ લોકપ્રિયતા મેળવી હતી. અભિનેત્રી છેલ્લે ‘આર્ય લાસ્ટ વોર’ ફિલ્મમાં જોવા મળી હતી. જે ઓટીટી ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી હતી. આમાં સુષ્મિતાની એક્ટિંગના ચાહકોએ ખૂબ વખાણ કર્યા હતા.