23 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
23 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતSurendranagar: રતનપરમાં જાહેર શૌચાલયમાં વેચાતા વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

Surendranagar: રતનપરમાં જાહેર શૌચાલયમાં વેચાતા વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો


જોરાવરનગર પોલીસની ટીમને રતનપર કબ્રસ્તાન પાસે જાહેર શૌચાલયમાં દારૂના વેચાણની માહિતી મળતા રેડ કરાઈ હતી. જેમાં મુખ્ય આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે કમીશનથી દારૂનું વેચાણ કરતો શખ્સ વિદેશી દારૂની 81 બોટલ અને બીયરના 24 ટીન સહિત રૂ. 62,259ની મત્તા સાથે ઝડપાયો હતો. બનાવની ફરિયાદ નોંધી મુખ્ય આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરાઈ છે.

જોરાવરનગર પીએસઆઈ ડી. ડી. ચુડાસમાની સુચનાથી પોલીસ મથકની સર્વેલન્સ ટીમના અશોકસીંહ પરમાર, મીતભાઈ મુંજપરા, વિજયસીંહ સહિતનાઓને તાજેતરમાં પેટ્રોલિંગ દરમિયાન રતનપર મોટા પીરની દરગાહ પાછળ આવેલ કબ્રસ્તાન પાસેના જાહેર શૌચાલયમાં નઝીર ઉર્ફે મોટો વલ્લો હુસેનભાઈ જામ વિદેશી દારૂ રાખી તેના માણસ મારફત છુટક વેચાણ કરાવતો હોવાની બાતમી મળી હતી.

આથી પોલીસે મંગળવારે સાંજે તુરત જ બાતમી મળ્યા મુજબના સ્થળ પર રેડ કરી હતી. જેમાં રતનપર સુધારા પ્લોટમાં રહેતો 35 વર્ષીય અલ્તાફ દીલાવરખાન પઠાણ વિદેશી દારૂની વીવીધ બ્રાન્ડની 81 બોટલો કિંમત રૂપિયા 59,859 અને બીયરના 24 ટીન કિંમત રૂપિયા 2400 સહિત કુલ રૂપિયા 62,259ની મત્તા સાથે પકડાયો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં આ દારૂ નઝીર ઉર્ફે મોટા વલ્લાનો હોવાનું તથા અલ્તાફ કમીશનથી વેચાણ કરતો હોવાનું ખુલતા બન્ને સામે જોરાવરનગર પોલીસ મથકે પ્રોહીબીશન મુજબ ફરિયાદ નોંધાઈ છે. હાજર ન મળી આવનાર આરોપી નઝીર જામને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય