Surat Corporation : સુરત પાલિકાની એક મહિના પહેલાની સ્થાયી સમિતિમાં પાલિકાના તમામ ઝોનમાં ફ્લાય ઓવર બ્રિજ નીચે જે દબાણ અને ન્યુસન્સ છે તેને કાયમી ધોરણે દુર કરીને આ જગ્યાઓમાં પે એન્ડ પાર્ક કે અન્ય હેતુ માટે ભાડે આપીને આવક ઉભી કરી શકાય તેવી કામગીરી કરવા માટે તંત્રને સુચના આપી હતી. જોકે, એક મહિના બાદ પણ સ્થાયી સમિતિએ આપેલી સુચના કાગળ પર જ રહી ગઈ છે. સ્થાયી સમિતિએ બ્રિજ નીચે દબાણ હટાવી કોમર્શિયલ ઉપયોગ કરવા આપેલી સૂચના ની કોઈ અસર નહી બ્રિજ નીચે પારાવાર દબાણો જોવા મળી રહ્યાં છે તેના કારણે શહેરની સુંદરતા સામે ખતરો ઉભો થઈ રહ્યો છે.
સુરત પાલિકાની 21 નવેમ્બરે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પાલિકા વિસ્તારમાં ફ્લાય ઓવર બ્રિજ નીચે અનેક દબાણ છે અને ન્યુસન્સ છે તેને તાકીદે દૂર કરી તે જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ કરીને પાલિકાને આવક ઉભી થાય તેવી કામગીરી કરવા માટે સૂચના આપી દીધી હતી. જોકે, 21 નવેમ્બરની સુચના બાદ આજે પણ શહેરના અનેક બ્રિજ પર નીચે ભારે દબાણ જોવા મળી રહ્યાં છે.